મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાનંદ પદ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૩

દેવાનંદ

(રાગ: પરજ)
ઉર મારી ગયો મોહન છેલ રે, કાલજમાં પ્રેમકટારી. ઉ

રે શેરડીએ સામો મળ્યો, મુને રંગભીનો વ્રજરાજ,
ચોટ લગાડી ચિત્તમાં, કા’ને રાખેલ દિલમાં દાવ રે. કા ૧

રે કામણિયાં કોઈ પેર્યનાં, મુને કીધેલ નંદકિશોર,
મુખ જોયા વિના માવનું, દુ:ખ વાધે ચંદ ચકોર રે. કા ૨

રે નવ જોબન ઘનશામની, છબી અટકી અંતર માઈ,
રૂપ જોઈ રંગ છેલનું, ર’યાં લોચનિયાં લલચાઈ રે. કા ૩

રે બોલાવી બહુ હેતમાં, મુને કરી ગિરધર ગુલતા,
દેવાનંદ કહે દયા કરી, પાયું અધરસુધારસ પાન રે. કા ૪