મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાનંદ પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૪

દેવાનંદ

આવો રૂડો અવસર રે, ઓળખવા એક હરિ;
મોઘોં મનુષ્યતન રે, નાવે તારે ફરી ફરી. આવો... ટેક

ધન જોબન તનરંગ પતંગી, વણસે વારમવાર;
તે સારું તું જતન કરે છે, સ્વપ્નાસમ સમજો આ સંસાર;
મેલી એને મરવું રે, ડરવું દિલ દોષ ધરી.          આ...૧


વાસ કરે નિત્ય વૈષ્ણવ જનમાં, મનમાં માને વાત;
દાસપણું દેવતાને દુર્લભ, ભજેથી જન્મ મરણ દુ:ખ જાય;
ભક્તિ કરજો ભાવે રે, ધર્મની ટેક ધરી.          આ...૨

સૌમ્ય સ્વભાવ પરમ સુખ સંપત્તિ, એહપામ્યાનો ઉપાય;
પ્રગટ સ્વરૂપને ઓળખજે, એવું દુર્લભ દેવ ગવાય;
એવું તન આવ્યું રે, લેજે ધર્મરાજ વરી.          આ...૩

માયાની મોટપ મિથ્યા, નથી ઘડીનો નિરધાર;
દેવાનંદ કહે ભજ દુ:ખભંજન, કરૂણાનીધિ એવા કિરતાર;
કઠણ વેળા માહેરે, લેશે તારા કારજ સરી.          આ...૪