મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાયત પંડિત પદ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૩

મનડાં જેણે મારિયાં

ક્ષમા ખડગ લઈ હાથમાં, શીલ બરછી સત હથિયાર,
મનડાં જેણે મારિયાં રે જી.

કાંધે કાવડ લઈ ફેરવી રે, ધમળા ધોળી ઝીલંતા ભાર,
મનડાં જેણે મારિયાં રે જી.

પંદર ક્રોડની મંડળી રે જેના પ્રહ્લાદ રાજા મુખીઆર
મનડાં જેણે મારિયાં રે જી.
દસ ક્રોડનાં ચિત ઊઠી ગયાં,
પાંચ ક્રોડ પોંચ્યાં નિરવાણ –
મનડાં જેણે મારી ગિયાં રે જી.

જે ઘર નાર કુભારજા એનો એળે ગયો અવતાર
મનડાં એનાં નહીં મરે હો જી.

જે ઘર નાર સુલક્ષણી એને વેલી ફળે આંબાડાળ,
મનડાં એણે મારિયાં રે જી.

પાંચ સાતાં નવાં બારાં ક્રોડ તેત્રીસ પોગ્યા નિરવાણ,
મનડાં એણે મારિયાં હો જી.

દોય કર જોડી દેવાત બોલિયા રે એના પંથ ખાંડાધાર
મનડાં જેણે મારિયાં રે જી.