મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૫

નિષ્કુળાનંદ

તમે અંતરની આંખે ઓળખી, કરો સદ્ગુરુ સંતનો સંગ;
કરો સંતની ઓળખ- ટેક.
ગાએ ગીતા ભાગવત સંતને, એવાં લક્ષણ હોય જેને અંગ. ઓળ૦
એથી અર્થ સરે સર્વે આપણો, જાય જન્મ મરણનું દુ:ખ;          ઓળ૦
હર્ષ શોક સમે આ સંસારનો, થાયે અંતરે શાંતિ ને સુખ.          ઓળ૦
કરે નિર્ભે, ભાગી ભવ ભયને, તેને પાછો પ્રભાવ ન થાય;          ઓળ૦
મટે કાળ ક્રમ ને કલ્પના, જેમ સિરતે જાંગીન વાય.          ઓળ૦
સાચા સદ્ગુરૂથી સુખ પામીએ, ખાય ખોટાથી મોટી ખોટ;          ઓળ૦
જેથી જન્મ જાયે એળે આપનો, પછી ચઢીએ તે કાળને ચોટ.          ઓળ૦
પાર્સ્ય ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ઠનું ઝાઝ.          ઓળ૦
એમ સત્ય અસત્યને ઓળખી, વળી કરીએ વિવેક વિચાર;          ઓળ૦
કહે નિષ્કુલાનંદ નર હે તને એળે ન ખોઈએ આ અવતાર.          ઓળ૦