મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૬

નિષ્કુળાનંદ

ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવી એ વાત છે રે;
મર આપીયે સો સો શીશ, તોય વણમલ્યાની વાત છે રે.          ૧

ક્યાં કીડી કરી મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે;
ક્યાં પૂરણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે.          ૨

અતી અણમલ્યાનું એહ, મળવું માયિક અમાયિકનું રે;
તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે.          ૩

ત્યારે થાય એનો મેળાપ, જ્યારે નરતન ધરે નાથજી રે;
નિષ્કુળાનંદ કહે આપ, ત્યારે મળાપ એને સાથજી રે.          ૪