મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૭

નિષ્કુળાનંદ

મળજો મળજો મળજો રે, મીઠા બોલા વાલા મને મળજો;
મારો થાયે જનમ સફળ જો રે. મીઠા... ટેક

દૂર રહ્યાનું જે દુ:ખ છે દિલમાં રે, તે તો દરશન દઈ હરિદલજો રે. મીઠા... ૧

પોતાનાં જાણી દયા દિલ આણી રે, પીયુ પ્રીતે કરી પલજો રે. મીઠા... ૨
હું તો છઉં દાસી ચરણ ઉપાસી રે, મુજપર વાલા વાલ્યે વળજો રે. મીઠા... ૩

નિષ્કુળાનંદના સ્વામી શ્યામળીયા રે, આજ અઢળક હરિ ઢળજો રે. મીઠા... ૪