મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૫

પદ ૫

પ્રીતમ

લટકાં લટકાળા ઘનશ્યામનાં રે, ખટ રે ઉંડા અંતર માંય;
પ્રીત કરી મુજને બોલાવતારે, તે સંભારિ બહુ દુ:ખ થાય.          લટકાં.

આ સજ્યા તે માહારાજ તણી રે, આ બાજઠે બેસતા લાલ;
આ ઠેકાણે નાતા નટવરજી રે, લુતા અંગ કર લઇ રૂમાલ.          લટકાં.

આ ઠેકાણે જમવા બેસતા રે, જમતા વિધવિધનાં પકવાન;
સુંદર શાક કરી વંતાકનાં રે, જમીને દેતા પ્રસાદી કાન.          લટકાં.

આ ખળખળિયે ન્હાતા નાથજી રે, નાહીને હરીજન મુની લઈ સાથ;
આવતા માણકચોકમાં મલપતા રે, પુરજન થતાં જોઈ સનાથ.          લટકાં.

વાલો બેસતા જઈ ફુલ બાગમાં રે, પેરતા ગજરા ગુલાબિ હાર;
જેમ જેમ સાંભરે તેમ થાય વેદના રે, પ્રેમાનંદના પ્રાણ આધાર.          લટકાં.