મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૭

પ્રેમસખી

આવો રે મરમાળા મોહન, મંદિર મારે માણો રે.          આવો... ૧

અમે અબળા હરિ દાસ તમારા, અમથી ભ્રાંત માં આણો રે.          આવો... ૨

અમે તમારા ને તમે અમારા, એમાં તે ફેર માં જાણો રે.          આવો... ૩

જીવ અમારો તમ સંગ બાંધ્યો, હાથ તમારે વેચાણો રે.          આવો... ૪

દરશન આપો ને દુ:ખડાં રે કાપો, વાત કરી શું વખાણો રે.          આવો... ૫

શા કારણ શામળીયા રે વહાલા, પરઘર નેતરાં તાણો રે.          આવો... ૬

પ્રેમસખી કહે વાંક વિના હરિ, દૂધમાં પોરા શું છાણો રે.          આવો... ૭