મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૮

પદ ૮

પ્રેમસખી

આવડી શી ઊંઘ તમને ઊઠો મારા નાથ, આ...................... ટેક

પેરો પટ ભુખણ મણિમય કુંડલ, મોર મુગટ ધરો માથ.          આ... ૧

ઉર વનમાલ પીતાંબર પેરો, મોરલી મધુરી લ્યો હાથ.          આ... ૨

તમ સારુ આવીને ઊભા, સવે સખાનો સાથ.          આ... ૩

પ્રેમાનંદ નીરખી સુખ પાવે, ગાવે ગોવિંદ ગુણગાથ.          આ... ૪