મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૮

બ્રહ્માનંદ

ઓરા આવોને પ્રાણ આધાર, વાલા મારે ઓરડે,
હું તો મોહિછું નંદકુમાર, બાજાુકેરે બોરડે; -ટેક.          વાલા.
સોનાકેરાં સાંકળાં, પેર્યાં રસિયા જાદવરાય,
હરિવર બટકાં હાથનાં, મારે અટક્યાં અંતરમાંય;          વાલા.
અજબ અલોકિક અંગુળી, રાજે નખ મણી-લાલ સમાન,
શોભા વિંટી વેઢની, કાજાુ રાજે છે રસિયા કાન;          વાલા.
અંગ અંગ પ્રતિ ઓપતા, શોભે સુંદરવર શણગાર,
બ્રહ્માનંદના વાલમા, તારી બાનકની બલહાર;          વાલા.