મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભવાનીદાસ પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨

વાડીનો ચોર
કાયા વાડીમાં જીવો રે
ચોરી ચોરી કરે છે છાની.
ચાર ચોર તો ચોરી કરે છે
ધન ધુતારા લ્યે છે;
ગુરુજી મારા! ધન ધુતારા લ્યે છે
કાયા વાડીમાં કાંઈ નવ દેખે
દી’ના ખાતર દ્યે છે.          – ગુરુજી મારા૦
પાંચ ચોર પરગટ વસે
પકડી ન શકે કોઈ;
ગુરુજી મારા! પકડી ન શકે કોઈ;
તતવ હતો તે તાણી લીધો
બેઠો છે હીરલો ખોઈ.          – ગુરુજી મારા૦
પથરહુંદા દેવળ ચણાવ્યા
મહીં પથરા પથરાવ્યા;
પરભાતે પૂજારો આવ્યો,
આંધળા પૂજણહારા.          – ગુરુજી મારા૦
આશ તૃષ્ણા સૌને સરખી
દિલની ભ્રાંત તે ભાંગો;
જોધા પરતાપે ભણે ભવાનીદાસ
એસી લગની રાખો.          – ગુરુજી મારા૦