મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભાણસાહેબ પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

ભાણસાહેબ

હંસો હાલવાને લાગ્યો
હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ ભાંગ્યો;
તમે પોરા પ્રમાણે જાગો, હંસો હાલવાને લાગ્યો.

નિત નિત નિદ્રા નવ કરો નયણે, સૂતાને સાહેબ આઘો;
સુમરણ કરી લો સાચા ધણીનું, તમે મોજ મુક્તાફળ માગો.          હંસો

જાગ્યા સોઈ નર સંસારમાં સીધ્યા, જેણે ઉજેડ મેલ્યો આઘો;
મારગ ધાયા તે બહોત સુખ પાયા, તેનો જરા મરણ ભે ભાંગ્યો.          હંસો

જરા પહોંચી ત્યારે જમડા રે આવ્યા, દેહડી તણો દલ ભાંગ્યો;
કૂડીએ આવી કાયાનો ગઢ ઘેર્યો, ત્યારે અંધો અરજવાનો લાગ્યો.          હંસો

કૂડી છે કાયા ને કૂડી છે માયા, જૂઠડો આ જગ જાણો;
સાચો નામ સાહેબકો જાણો, ભણે લુહાણો ભાણો.          હંસો