મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨

મનોહર સ્વામી

જે જન આવે શંકર પાસ, તે જન પામે ચિદ્આકાશ.          ટેક.
વૈરાગદિક સાધન સઘળાં, કરે હૃદયમાં વાસ;
પ્રત્યક બ્રહ્મસ્વરૂપ પમાડે, ટાળે ભવના પાશ.          જે જન ૧
બ્રહ્માનંદ મગન થઈ ખેલે, ન કરે બીજી આશ;
અધિદૈવાદિક તાપ ત્રિવિધના, નિશ્ચિય થાયે નાશ.          જે જન ૨
દેહાદિક મિથ્યા કરિ માને, એક સત્ય અવિનાશ;
શુષ્ક પર્ણસમ જગમાં વર્તે, ખલથી રહે ઉદાશ.          જે જન ૩
ઉન્મનિ ગંગા જલમાં ઝીલે, સદા તૃપ્ત સુખ રાશ;
ભેદ રહિત વ્યાપકમાં વિલસે, સ્વયં સ્વામી સ્વયં દાસ.          જે જન ૪
જે સુખ પામી પાર ઊતરર્યા, શુક સનકાદિક વ્યાસ;
મનોહર સેજે તે સુખ પામે, મટે કાળનો ત્રાસ.          જે જન ૫