મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૫

મનોહર સ્વામી

નાથને નાથને નાથને રે, અમે ભજીયે નિરંજન નાથને.          ટેક.

જે બંઘાણલ તે કયમ છોડે બીજાના બાંઘલ હાથનેરે;          અમે.

મમતા મોહમાં જે ભૂલા ભટકે, શોધે તે કામનાના સાથનેરે;          અમે.

રોગ અવિદ્યાનો અમને ન આવે, પીધો છે જ્ઞાનના કવાથનેરે;          અમે.

ચૈતન્ય કલ્પતરુ તણી કયમ ભરીયે, જાૂઠ જડ બાવળે બાથનેરે;          અમે.

સચ્ચિદાનંદ બ્રહ્મ વણ બીજી, અન્ય ન ગાઈએ ગાથનેરે;          અમે.