મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મહમદશા પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

વનમાં તે મેલી મુંને એકલી
વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા!
જી હો! મુંને મેલી મત જાજો બાળા વેશમાં
સોદાગર હંસા જી.

કાગળ જેસી કોથળી રે વણઝારા!
જી હો! એને મળતાં નૈ લાગે વાર રે
સોદાગર હંસા જી.

ડુંગર માથે દેરડી રે વણઝારા!
જી હો! હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે
સોદાગર હંસા જી.

ફાલી ફૂલી રે ઓલી પીપળી રે વણઝારા!
જી હો! ઓલી ફળ વિના ઝૂલે નાગરવેલ રે
સોદાગર હંસા જી.

આંબો જાણીને મ ેં તો સેવિયો રે વણઝારા!
જી હો! એ તો કરમે ઊગ્યો છે ભંભૂર રે
સોદાગર હંસા જી.
હીરા માણેકની કોટડી રે વણઝારા!
જી હો! મને વેપારી મળ્યા સવા લાખના
સોદાગર હંસા જી.

કાજી મહમદશાની વિનતી રે વણઝારા!
જી હો! તમે માની લિયો ગરીબનવાજ રે
સોદાગર હંસા જી.