મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માસ ૧૩ - તેરમો અધિક

ઉદયરત્ન

દુહા
બારે માસ રે બેનડી! જિમતિમ કાઢ્યા તેહ;
આવી લાગો તેરડો, કિમ જાસે હવિ તેહ?           ૧
ધાડિ ઊપર પલેવણું, મરતાં મર્યાં જેમ;
ખાત્ર ઉપર દિવેલડુ, એ પણ જાણો તેમ.           ૨

દુબલિ વાડિ છીંડું પડ્યું, જિમ સીયાલે ઠેસ;
એ પણિ તિમ થયું સહિ હથેલીમાં કેશ.          ૩

સંખણી ને આંખે કાણી રે, નિરધન ને બકિ હોડ;
કાદવ ને કાંટાલો રે, પાલો અનિ પગિ ખોડ.          ૪

અકરમી ને ઉના-જિમણો રે, વિરૂઆ-બોલી વાંઝ;
અણમાનીતી ને ઉછાંછલી, તે જિમ આંણિ વાજ.          ૫

કરકડું ને તીડે ખાધું રે, ભીડે તે ભરવો દંડ;
એ પણિ તિમ વલી જાંણવું, પ્રાણ ધરી કિમ પિંડ?          ૬

એક દુખ તે પીઉ વેગલો, બીજું આવિ મુખ હાસ;
જોજ્યો પુણ્ય પટંતરો ઉપરિ અધિકો માસ.          ૭

નેમ-રાજુલ બે મિલ્યાં, દૂર ગયો દુખ-દાહ;
ભાગ્યો ભવનો આંમલો, અધિક થયો ઉછાહ.          ૮

ભૂ - ઋષિ - ભૂત - નંદ - જુત સંવચ્છરનું માન;
શ્રવણ સુદ પુન્યમ શશી ઉનાઉઆ સુભ સ્થાન;          ૯
ફાગ
ઉદયરત્ને કહ્યા તેર માસા, નેમ નામિ ફલી સકલ આસા;
વસંત રાગે કરી જેહ ગાઈ, તસ ધરિ સંપદા અચલ થઈ.          ૧૦