મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માસ ૩ - જેઠ

ઉદયરત્ન

દુહા
જેઠ માસે મનમોહન જાંણ્યું લેસિ રે સુધિ;
પુણ્ય વિના કિમ પામીઈં યદુપતિની હિત-બુધિ?          ૧

મિં નવિ જાણ્યું રે જીવન જાસિ ઈમ રથ ફેરી;
ફરતાં સહિ આડી ફરી રાખતી હું રથ ઘેરી.          ૨

પાલવ ઝાલી પ્રભુતણો રહેતી હું રઢ માંડી;
જાવા ન દેતી નાથને તો કિમ જાતા છાંડી?          ૩

પૂરણ પશુએ પોખ્યું રે પૂરવ ભવનું વેર;
લટકે સું રથ વાલીઓ, મનમાં ના’વી મહેર.          ૪

નદીએ નીર વધતાં થયાં, દીરધ થયા રે દંન;
સરોવર નીર ઘટી ગયાં જિમ ઘટિ વિરહણી-તંન.          ૫

ધરણીંઈ ગાઢપણું ધર્યું, તિમ થયો કંત કઠોર;
હિમાચલ-ગર્ભ ગલી ગયા, તરુણિ તપિ અતિ જોર.          ૬

શોધી ન મલે છાંહડી, લૂનાં લહેરાં રે વાય;
શીતલ - જલ - ખડોખલી ઝીલે સહુ ઉછાહિ.          ૭
સૂર્ય હિમાચલે સંગ્રહ્યો પેખી તાપનાં પૂર;
કહોને સખી! કિમ જીવીઈ, વાહલો વસે અતિ દૂર!          ૮

ફાગ
અંગનાઅંગ શીતાંગ સંગિ નર ભજિ કામિનીકુચ રંગિ;
મનમથતાપને દૂર ફેડિ, પીઉ વિના મુઝને કુણ તેડિ?          ૯