મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માસ ૫ - શ્રાવણ

ઉદયરત્ન

દુહા
શ્રાવણ વરસે રે સરવડિ જગ માંહિ જલધાર;
વિરહણી નેત્ર તણી પરિ ખિણ નવિ ખંચે ધાર.          ૧

અવની-અંબર એકઠાં આવી મલિયાં તિમ;
સુરતસંયોગિ દંપતી, વૃક્ષ ને વલ્લી જિમ.          ૨

જલદ-ઘટાને જોગિ રે ન લહ્યો દિવસનો મર્મ;
મુનિજન મનથી ભૂલી ગયા, સંધ્યા સમે ખટકર્મ.          ૩

કુચ ન માઈ રે કંચૂઈ, લોચન છંડિ રે લાજ;
જલ ન માઈ જલાશ્રયે, ગગને ન માઈ ગાજ.          ૪

કંત ન છંડિ રે કામની, પલ પલ વાધિ પ્રેમ;
માલો ન મેલિ પંખિયાં, જોગી આસન જેમ.          ૫
પીઉ પીઉ કરતો પોકારિ રે બેઠો બાપીઓ એહ;
મિં જાણ્યું લાવ્યો વધામણી, જાગ્યો અધિક સ્નેહ.          ૬

કોયલ કરે રે ટહુકાડા, મોર કરે કિંગાર;
વેરીની પરિ પંખીઆં ખિણખિણ પોખિં ખાર.          ૭

વનમાંહિં માહા દુખ લાગે રે દાદુરના સુણી સાદ;
જોને સખી! મુઝ નયણલે મેહસું માંડ્યો વાદ.          ૮

ફાગ
મથમથે મોહની ફોજ લેઈ, ગર્જનારૂપ રણતૂર દેઈ;
અબલગઢ ઉપરિ ફોજ દોડિ, નેમ વિના કહો કુંણ મોડિ?          ૯