મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માસ ૬ - ભાદરવો

ઉદયરત્ન

દુહા
વૃક્ષલતા નવપલ્લવ, નીર-લહરીનાં પૂર;
ભાદ્રવે ભૂંઈ નીલી રે, સોભા અજબ સનૂર.          ૧

પંચરંગી નભ દીસે રે, હીસે નીલાં તૃણ;
ખિણ કાલો ખિણ પીલો રે, ખિણ ઊજલ દૂધવર્ણ.          ૨

વાદલિ વીજ ન માય રે, જલ ન માઈ આભ;
નદીયાં નીર ઉવટ વહિ, જોર ગલ્યા જલગાભ.          ૩

ચરણે નેઉર રણઝણિ, હીઈં લહકિ હાર;
નાહ ન મૂકિ છેડલો, ધન તેહનો અવતાર.          ૪

ચતુરકથારસરસિયાં રે નરનારી, મન મોદ;
પંડિતને મુખિ નવનવા સાંભલિ શાસ્રવિનોદ.          ૫

ભિલડીને મુખિ સોભે રે વનમાં રાગ મલાર;
પોપટ બોલિ પંજરિ, કો રમિ ચોપટ સાર.          ૬

સાલ તણી પરિ સાલિ રે હીઈડિ પ્રીતમ હેજ;
ભુવન ભયંકર સાલિ રે, સુલી સમ થઈ સેજ.          ૭

ધીરજ જીવ ધરિ નહી, ઉદક ન ભાવિ અન્ન;
પાંજરડું ભૂલું ભમિ, નેમસું બાંધ્યું મન્ન          ૮

ફાગ
ભાદ્રવે ભામની કંત ભાવે, પીઉ જાંમની કુણ જગાવે?
એકલાં આલસે અંગ ફુટિ, રાક્ષસી રાતિ કિમેં ન ખૂટિ.          ૯