મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માસ ૭ - આસો

દુહા
વાહલે વલણ કર્યો નહીં, આવ્યો આસો માસ;
સરદની રાતિ સોહામણી, કામિની ખેલિ રાસ.          ૧

નીર નિવાંણે નીતર્યાં, ઓષધી પાકી વન્ન.
પીલી થઈ રે વસુંધરા, પૂરણ પાકાં અન્ન.          ૨
શ્રમજબિંદુઈં સોભિ રે જિમ જુવતી સુરતાંતિ;
ઓસકણ-બિંદુ ઉપરિ તિમ અવની એકાંતિ.          ૩
સરદ નિસાની ચંદ્રિકા, ઓપિ અધિક ઉજાસ;
હંસ ન દેખિ હંસલી ચંદ્રતણિ પ્રકાસ.          ૪

જિણિ રતિં મોતી નીપજે સીપ-સમુદ્ર માંહિ,
તિણિ રતેં કંત-વિજોગિયાં ખિણ વરસાં સો થાઈ.          ૫

ધરિ ધરિ દીપ દીવાલી રે, બાલી ગરબો ગાય;
પહિરણ પીત પટોલી રે, બોલી કેસર માંહિ.          ૬

સેજ-સંજોગે રણઝણે નવલા નૂપુર-નાદ;
કંત વિના કુણ ટાલે રે મુઝ મનનો વિખવાદ?          ૭

જોવન - જલનિધિ ઊલટ્યા, પ્રગટી રત્નની રાસિ;
નાથ વિના સવિ સુનું રે, આપું કેહનિ ઉલ્લાસ?          ૮

ફાગ
કંત સંયોગિની કુસુમ-સેજે સુંદરી સવિ રમે દિવ્ય હેજે;
મેદિનીમાં રહ્યા મેહ વરસી, ટલવલિ રાજુલ નેમ-તરસી.          ૯