મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૬

મુક્તાનંદ

મેં તો તમ સંગ જોડી પ્રીત, સામ સુહાગીરે;
તારૂં રૂપ જોઇ વ્રજરાજ, લગની લાગીરે.          ટેક૦

સુંદર નેણ સોહામણોરે, કુંડળ ઝળકે કાન;
હસતું વદન વિલોકતાં, હું તો મગન થઈ મસ્તાન.          સામ૦
ભાલ વિશાલ વિરાજતુંરે, શીશ સરંગી પાદ્ય;
ફુલડાના તોરા જોઇને, મારે અધિક વધ્યો અનુરાગ. સામ૦

હીડલતા શુભ હારમાંરે, ભમર કરે ગુણગાન;
છબી ખુતી અંતરેરે, મન માન્યું છે ભીનેવાન.          સામ૦

નેણાની સાને નાથજીરે, શામ કરી ચકચૂર;
મુક્તાનંદના નાથજી, હવે નીમેખ ન મેલું દૂર.          સામ૦