મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૪

વિશ્વંભર

મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી,
ગોરસ અમને પાયે રે,
સરવસ સોંપે લજ્યા ન લોપે,
આપે હલકી થાયે રે.          ૧

બોલી જાંણે ચાલી જાંણે,
જાંણે અમાહારા દેસ રે,
મુલ્લ મંત્ર માહ્યલા જાંણે,
એહેવા હોએ ઉપદેસ રે.          ૨

પાત્ર પાવન ગાત્ર પાવન,
પાવન માંહલું મહી રે,
અવર સરવ ઉછંગી નાખ્યું,
ત્યેહેની સાથે સહી રે.          ૩

સખી સમાંણી સોહી પ્રમાંણી,
સોરત્યે નોરત્ય ઠેરવે રે,
વસ્તા વીસ્યંભર ઉનસે સ્વયંભર,
બીજી કાંમ્ય ન આવે રે.          ૪