મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

કાનુડો કાળજાની કોર
કાનુડો કાળજાની કોર છે,
બેની મારે, કાનુડો કાળજાની કોર છે.
અટપટી પાઘ ને કેસરિયો વાઘો,
માથે કળાયલ મોર છે;          બેની
વૃંદાવનમાં વાલે વાંસળી વજાડી,
મોરલીનો સ્વર જોર છે;          બેની
શાંતિદાસના પ્રભુ રસિક શિરોમણિ
ગોપી સંગ પાધરો દોર છે;          બેની