મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

શિવાનંદ


આંહ રે આવો તો હું જ દેખાડું
અદ્ભુત રૂપ ત્રિપુરારિ રે;
જટાજુટમાં સુંદરી ગંગા, અર્ધાંગે શૈલકુમારી.          આંહ          રે          ૧

ચોટલો ભ્રમરની સેર જ દીસે, કુંડળ નાકે વાળી રે;
ચાંદલો ભાલે સુંદર ચળકે, પેહેરણ કટિએ ફાળી રે. આંહ          રે          ૨
ત્રિય જટાવળી માથે લટકે, કુંડળમણિ વિષધારી રે;
ચંદ્રકળા વળી લોચન ભાલે, ગળે ગરલ વિહારી રે. આંહ          રે          ૩

મોતીની માળા કંઠે સોહે, અંગુલિએ મુદ્રિકા સારી રે;
કટિએ મેખલા રણઝણ ઝળકે, ઝાંઝર ચરણે ભારી રે.આંહ          રે          ૪
રંડમાળા અતિ શોભતી ક્દયે, પાણ પિનાકનો ધારી રે;
મૃગછાલાનું અંબર કટિએ, ઘૂઘરી કોકિલ વારી રે. આંહ          રે          ૫

ગિરિજાશંકર-પદ-અંબુજને, સેવે જે નરનારી રે;
શિવાનંદ ફરી ફરી જાયે, તે પદની બલિહારી રે. આંહે          રે          ૬