મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /સુદામાચરિત્ર કડવું ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૪

પ્રેમાનંદ

રાગ ધન્યાશ્રી
જે સુદામાચરિત્ર સાંભળે, તેનાં દોહેલાં દુ:ખ જાય,
જન્મદુખ વામે, મુક્તિ પામે, મળે માધવરાય.          ૧૧
છે વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ;
ચતુર્વિંશી ન્યાત બ્રાહ્મણ, કવિ પ્રેમાનંદ નામ          ૧૨

સંવત સત્તર આડત્રીસ વર્ષે શ્રાવણ સુદિ નિધાન,
તિથિ તૃતીયા ભૃગુવાસરે પદબંધન કીધું આખ્યાન.          ૧૩

ઉદરનિમિત્તે કરે સેવા, ગામ નંદરબાર;
નંદીપુરામાં કથા કીધી યથાબુદ્ધિ અનુસાર.          ૧૪

વલણ
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી;
ભટ પ્રેમાનંદના મનાવ્યા શ્રોતાજન બોલો શ્રીહરિ.          ૧૫