મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૩. દાણ માગે રે કાનુડો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. દાણ માગે રે કાનુડો...

પ્રેમાનંદ

‘દાણ માગે રે કાનુડો દાણ માગે રે;
આજ લગે નહીં સાંભળ્યું, કોણે લીધું આગે રે.
કાનુડો દાણ માગે રે.

આગે અધેલાનું ગોરસું રે, તેનો પૈસો જોઈએ રે;
વેપારી દીઠો આ વ્રજનો, જો સમૂળગો ખોઈએ રે!

આ મટુકીમાં મિરાત મોટી: છે છાશનું પાણી રે;
ઓછી વસત પર, શામળા! તું કિહાંનો દાણી ર?

ભાંગી કોડી, રે ભૂધરા! નહીં આપીએ બોણી રે;
અમો ફરી જાશું ગોકુળમાં, રાખો છાશની દોણી રે.’

પ્રેમાનંદ-પ્રભુ બોલિયા: ‘શાને આકળાં થાઓ રે?
છાશની દોહોણીને શું કરું? દાણ આપીને જાઓ રે.’