મર્મર/દિનાન્તે


દિનાન્તે

શિશુ હું તો નાનો રમત ઢગલીમાં ધૂળ તણી
ગૃહેથી છૂટીને દિનભર, દિનાન્તે ઘરભણી
વળું જ્યારે પાછો મલિન વસને તે સમય શું
મને તારે અંકે લઈ ન બનશે ધન્ય પ્રભુ તું!