મર્મર/મુખ જોયા કરું

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મુખ જોયા કરું

મુખ જોયા કરું ફરી ફરી.
ચેન પડે ના તુમ બિન, એવું કામણ જાવ કરી.
જાઉં ભૂલી જગની જડ બાધા
એક તમારી રહું બની રાધા.
ભુજપાશે ભીડી રાખો પ્રભુ, અધરશું અધર ધરી.
સહિયર સાથ લઈ શિર મટકી
જમનાને મારગ બહુ ભટકી.
એકલડી છું સાવ આજ તો, મોહન જાવ હરી.
મુખ જોયા કરું ફરી ફરી.