મહાદેવભાઈ દેસાઈ
મહાદેવ હરિભાઈ દેસાઈ, ‘ત્રિલોચન' (૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨) : ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક. જન્મ સરસ (જિ. સુરત)માં. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. બી.એ. એલએલ.બી. થઈ અમદાવાદમાં વકીલાતનો. આરંભ કરેલ પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭થી તેમના અંતેવાસી. સાહિત્ય અકાદમીને ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય. બંધ પડવાથી પૂના ખાતે અવસાન. ‘અંત્યજ સાધુનંદ' (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ' (૧૯૨૮), "સંત ફ્રાંસિસ' (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર' (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશંકર શુકલ સાથે, ૧૯૪૬) પણ એમના ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ' (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતને ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ' (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાન' (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હાઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો' (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો' (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) તથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડયા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે. આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશ: ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલા છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવ ભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે. | ‘ચિત્રાંગદા(૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય' (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ' (૧૯૨૩) અને ‘વિરાજવહુ' (૧૯૨૪) એમના અનુવાદો છે. મારી જીવનકથા' (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. મૂળ ભાવ કયાંય ખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા. આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે.
ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ' (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલેન' (૧૯૨૮), ધ સ્ટોરી ઑવ બારડોલી' (૧૯૨૧), ‘અનવધ વ વધ' (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથામાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીનાં પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે.