મહેબુબમિયાં ઇમામબક્ષ કાદરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાદરી મહેબુબમિયાં ઇમામબક્ષ (૪-૧૧-૧૮૭૩, –) : ચરિત્રકાર. વતન અમદાવાદ. ૧૮૯૨માં બી.એ., ૧૯૦૧માં એલએલ.બી. કેળવણીખાતામાં તથા ન્યાયખાતામાં નોકરી. એમણે સરળ ભાષામાં વિગતે માહિતી આપનું જીવનચરિત્ર ‘સર સૈયદ અહમદ : જીવનચરિત્ર’ (૧૯૧૩) તેમ જ ‘મુસલમાનોની ચડતી-પડતીનો ઇતિહાસ’ (૧૯૦૬) અને ‘લવાદ માર્ગદર્શક’ (૧૯૧૧) પુસ્તકો આપ્યાં છે.