મૂળજી આશારામ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા મૂળજી આશારામ (—, ૧૯૧૯): નાટ્યકાર. વાઘજી આશારામ ઓઝાના નાનાભાઈ. ૧૮૭૯માં સ્થપાયેલી ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી' માટે એમણે લખેલું, કૃષ્ણ-રુકિમણીના ભક્ત રાજા અંબરીષ અને દુર્વાસા મુનિની કથા પર આધારિત ‘અંબરીષ’ (૧૯૦૭), ભાગવતના દશમસ્કંધના પૂર્વાર્ધ પર આધારિત ‘કંસવધ' (૧૯૦૯) અને શંકરલાલ શાસ્ત્રીના નાટક ‘સાવિત્રી' પર આધારિત ‘સુકન્યા સાવિત્રી' (૧૯૧૦) વગેરે નાટકો એમાંનાં ગાયનોની પુસ્તિકાઓ સહિત પ્રકાશિત થયાં છે.