મોટીબા/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન

‘મોટીબા’ પ્રગટ કરવા બદલ ઘનશ્યામ દેસાઈ, દીપક દોશી તથા ‘નવનીત સમર્પણ’નો આભાર માનું છું. નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠકનો સ્નેહ સાંભરે છે. કવિમિત્ર ચંદ્રકાન્ત શેઠે પ્રસ્તાવના લખી આપી એનો આનંદ વ્યક્ત કરું છું. ફાઇનલ પ્રૂફમાં થોડી કાટછાંટ કરી એને સુધારવાનું કામ પૂરું કર્યું ત્યાં જ વિસનગરથી ફોન આવ્યો – મોટીબા ગયાં… એ પછી વિસનગર જઈ આવ્યા બાદ મોટીબામાં છેલ્લે ‘અને અંતે…’ પ્રકરણ ઉમેર્યું. સુંદર પ્રકાશન બદલ શ્રી મનુભાઈ, રોહિત કોઠારી તથા ગૂર્જર પરિવારનો આભારી છું.

— યોગેશ જોષી

બી-૩૦૩, અર્જુન ગ્રીન્સ મેનારવ હૉલ પાસે, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦ ૦૬૧.