મોતીચંદ ગિરધરલાલ કાપડિયા

કાપડિયા મોતીચંદ ગિરધરલાલ, ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’, ‘મૌક્તિક’ (૧૯૧૧) : ‘આનંદઘન પદ્યરત્નાવલી’ને આધારે રચાયેલું પુસ્તક ‘જૈન દૃષ્ટિએ યોગઃ ૧’ (૧૯૧૫), પ્રવાસવર્ણનનું પુસ્તક ‘યુરોપનાં સંસ્મરણો’ (૧૯૨૭), નિબંધસંગ્રહ ‘નવયુગનો જૈન’ (૧૯૩૫) અને આધ્યાત્મિક લેખોનો સંગ્રહ ‘સાધ્યને માર્ગે’ (૧૯૪૦)ના કર્તા.