મોહનલાલ ગોપાળજી કંડોળિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કંડોળિયા મોહનલાલ ગોપાળજી (પ-૮-૧૯૨૭) : જન્મ ચોગઠ(જિ. ભાવનગર)માં. ૧૯૬૪માં એસ.એસ.સી. તલાટી-સહમંત્રી અને પછીથી ગ્રામસેવક. ૧૯૮૪માં નિવૃત્ત. એમણે ‘શ્રી શક્તિ બિરદાવલી –ભા. ૧-૨’ (૧૯૬૪, ૧૯૭૨) નામની પદ્યકૃતિ આપેલી છે.