મોહન પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરમાર મોહન અંબાલાલ (૧૫-૩-૧૯૪૮) : વાર્તાકાર, નવલકથા કાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના ભાસરિયામાં. ૧૯૬૬માં એસ.એસ.સી., ૧૯૮૨માં બી.એ., ૧૯૮૪માં એમ.એ. ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરી, અમદાવાદમાં ઑડિટર. ‘કોલાહલ' (૧૯૮૦) એમને વાર્તાસંગ્રહ છે. ‘ભેખડ’ (૧૯૮૨) એમની લઘુનવલ છે. ઘટનાતત્ત્વનો અલપ-આશ્રય અને કાવ્યમય. ગદ્યને લીધે એમની રચનાઓ આધુનિક ગુજરાતી કથાસાહિત્યમાં આવેલાં નવાં વલણોનો પ્રભાવ દર્શાવે છે. સંવિત્તિ' (૧૯૮૪) અને ‘અણસાર' (૧૯૮૯) એમના વિવેચનગ્રંથો છે. આ ઉપરાંત એમણે ગુજરાતી દલિતવાર્તા' (૧૯૮૭) નું સંપાદન પણ કર્યું છે.