મોહમદભાઈ આગેવાન આગેવાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આગેવાન અનવર મોહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરફથી વિદ્યાલંકારની પદવી. ઉર્દૂ, બંગાળી, મરાઠી, રાજસ્થાની, વ્રજ, ચારણી, કચ્છી અને અંગ્રેજી ભાષાના જ્ઞાતા. મુંબઈમાં ‘જયગુજરાત’ અને ‘રૂપલેખા’ સાપ્તાહિકના કાર્યાલયમાં નોકરી. ‘આસ્થા’ના તંત્રી. એમણે ‘વેદસાહિત્યનો પરિચય’ (૧૯૬૫) અને કથાસંગ્રહ ‘અદ્વૈત' (૧૯૭૪) ઉપરાંત ‘સાધના અને સાક્ષાત્કાર’ (૧૯૮૯), ‘ચિન્મયા ગાયત્રી' (૧૯૮૯) જેવાં ધર્મચિંતનનાં પુસ્તકો આપ્યાં છે. ‘રહિમન અને જમાલ' (૧૯૫ર), ‘ગિરધર કવિરાય’ (૧૯૫૨), ‘સાંઈ દીનદરવેશ' (૧૯૫૩), ‘કવિ ગંગ' (૧૯૫૪), ‘સંત દીનદયાલગિરિ' (૧૯૫૪), ‘દાસી જીવણ' (૧૯૫૬), ‘સંત દાદુ' (૧૯૮૭) વગેરે સંતસાહિત્ય વિશેનાં તેમ જ ‘રન્નાદે' (૧૯૬૬), ‘રાજસ્થાનની રસધાર’ (૧૯૭૪), ‘કસુંબીનો રંગ' (૧૯૮૮) વગેરે લોકસાહિત્ય વિશેનાં સંપાદનો પણ આપ્યાં છે.