યશવંત નાથાલાલ કડીકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાશ', ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ (૧૨-૫-૧૯૩૪): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭પમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક. એમની પાસેથી ‘નીલ ગગનનો તારો' (૧૯૭૧), ‘અનામિકા’ (૧૯૭૨), ‘ઠગારી પ્રીત' (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન' (૧૯૭૪), ‘આંખ ઊઘડે તો આકાશ’ (૧૯૭૫), ‘શૂન્ય નિસાસા’ (૧૯૭૬), ‘માનવતાને મ્હેંકવા દો' (૧૯૮૦), ‘સૂરજને કહો કે જરા થંભી જા' (૧૯૮૧), ‘થીજી ગયેલાં આંસુ' (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. ‘એક આંસુનું આકાશ' (૧૯૭૯) એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા' (૧૯૭૯) એમનું સંશોધન-સંપાદન છે.