યાત્રા/કવિ રવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ રવિ

તવ ગીત સલિલની સલીલ ધારા,
વહી નિરંતર છલકી કિનારા.

ગુંજરી તવ ગિર જન જન કર્ણે,
કો નૂતન સ્વર કો નવ વર્ણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
જય હે કવિ રવિ,
મોહક મુખ-છવિ,
તવ શબ્દ નિર્મલ રસપલ્લવી.

તેં નત મસ્તક ઉન્નત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિનો વિધુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
જય હે કવિ રવિ,
તવ મૃદુ મુખછવિ,
તવ ગાને તેં તરપી પૃથિવી.


માર્ચ, ૧૯૪૨