તંબૂરના તાર બધા મળ્યા અને અનેક સૂરો થકી પુષ્ટકાય યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો. એના તને અર્પિત મૂક તંત્રમાં, ઉસ્તાદ ! તારાં રચ રાગરાગિણી; ઝંકારતી શાંતિની પીઠિકા પરે નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.