યુગવંદના/ભીરુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભીરુ
[ઝૂલણાં]

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’
કાયરો એ અહંકાર ધરતા;
મર્દ કર્તવ્યસંગ્રામના જંગમાં
લાખ શત્રુને રક્તે નીતરતા.
તું રિપુહીન હોવાની શેખી મ કર,
બંધુ! નિર્વીર્ય એ દર્પ ગાવે,
બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની,
મિત્રની શત્રુતાયે વધાવે.
દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી,
તેં નથી, મિત્ર, શું ઘાવ દીધા?
જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને
તેં નથી, મિત્ર, શું ધૂળ કીધા?
ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં,
બંધુ! શું ખડગ લૈ તું ન ધાયો?
સત્યના સ્વાંગ પે’રી ઊભું જૂઠ ત્યાં
ઝૂઝીને, મિત્ર, શું નવ ઘવાયો?
સૌમ્ય તું! ભલો તું! સંત, ભદ્રિક તું!
– ભાઈ, એ છે બધી તારી ભ્રમણા!
રંક તું, દીન તું, ભીરુ-કંગાલ તું –
સ્વાદ ચાખ્યા નથી તેં જખમના!
૧૯૨૮
મૂળ કાવ્ય:

Coward

You have no enemies, you say?
Alas, my friend, thy boast is poor.
He who has mingled with the fray –
of duty, that the brave endure.
Must have made foes. If you have none,
Small is the work that you have done.
You have hit no traitor on the hip,
You’ve dashed no cup from the perjured lips.
You’ve never turned the wrong to right,
You’ve been coward in the fight.