રમણીક અગ્રાવતની કવિતા/અડતાં અડતામાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. અડતાં અડતામાં


દાદાની હોકલીનાં તૂરાં તૂરાં ગૂંચળાં
ફળીમાં ફગ ફગ થાય
ભીના ભીના પારણામાં ચશચશ સુખ
હસું હસું થાતો વેર્યો પાતળો બોલાશ
કે મને ઊંઘ આવે છે બૌ

ગણગણતું ગણગણતું ગણગણ રાંધણિયું
રેશમી ભભકથી લહેરાતું લહેરાતું લહેરાતું
– સાવ સપનાની જેમ – હળુંહળું હળુંહળું
આવી અટક્યું છેક મનની મોઝાર
કેહ્‌ મનેહ્‌ ઊંઘ આવે હ બૌ.

ખૂલું ખૂલું થાતી
ક ર્‌ ર્‌ ર્‌ ર્‌
અટકી આ ડેલી

અડતાં અડતામાં અટક્યાં આ ટેરવાં
નાકને ઘસાતું કૈં ખડું ઘ્રાણપ્રાણમાં
બારી અધવચ ટીંગાયું લીલું વાદળું
કે મને—