રમણીક અગ્રાવતની કવિતા/વિસ્તાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૪. વિસ્તાર

નકરો તડકો પહેરી ન્હાતી બપોર
ભૂરા સુસવાટા વીંટી
ઝૂમતાં વૃક્ષો
કેળની વાડીમાં લાંગર્યાં
લીલાં લીલાં વહાણ
કૂદતી ઠેકતી પગદંડીઓની પાર
સૂનકાર

ઓ જાય...