રમણીક સોમેશ્વરની કવિતા/હાથ અગ્નિમાં ઝબોળ્યો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. હાથ અગ્નિમાં ઝબોળ્યો

હાથ અગ્નિમાં ઝબોળ્યો છે તમે
સ્હેજમાં સાગરને ડ્‌હોળ્યો છે તમે

ને છતાં ભીનાં થવાયું તરબતર
માત્ર ખાલી પ્યાલો ઢોળ્યો છે તમે

સ્પંદનો રૂંવે રૂંવે ઘૂમી વળે
કયો પદારથ એમ ઘોળ્યો છે તમે

હું મને શોધું છતાં મળતો નથી,
કઈ રીતે બાસ આમ, ખોળ્યો છે તમે!

છેક ટચલી આંગળીના નખ ઉપર
આ હવાનો ભારો તોળ્યો છે તમે