રવીન્દ્રપર્વ/૧૦૨. કાર ચોખેર ચાઓયાર
Jump to navigation
Jump to search
૧૦૨. કાર ચોખેર ચાઓયાર
કોની આંખની દૃષ્ટિની હવા મનને દોલાયમાન કરે છે? કે જેથી હું આખો વખત અસ્વસ્થ બની રહી છે? તેથી હાસ્ય અશ્રુના ભારથી ઝૂકી ગયું છે, ચિન્તનને મૌનનો સ્પર્શ થયો છે. તારી ભાષા પર સૂરોનું આવરણ છે. તારા પ્રાણમાં આ તે કયા પારસમણિની રમત ચાલી રહી છે? તેથી તારા હૃદયગગનમાં સોનેરી મેઘનો મેળો જામ્યો છે. તેથી જ તો દિવસના પ્રવાહમાં આ ક્ષણો સોનેરી ઝલક ફેલાવીને તરંગો ઉછાળતી જાય છે. આંખનો ખૂણો કાળાથી અને પ્રકાશથી કંપી ઊઠે છે. (ગીત-પંચશતી)