રવીન્દ્રપર્વ/૧૦૪. કાર મિલન ચાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦૪. કાર મિલન ચાઓ

હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે? હે શાન્તિસુખહીન મન, આ કુટિલ જટિલ ઘોર ભવ-અરણ્યમાં તું તેમને ક્યાં શોધે છે? જો જો, ચિત્તકમળમાં એમનાં ચરણપદ્મ શોભે છે. હે મન, એ અમૃતજ્યોતિ કેવો સુન્દર છે! (ગીત-પંચશતી)