રવીન્દ્રપર્વ/૧૦૬. કાલેર મંદિરા યે સદાઇ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦૬. કાલેર મંદિરા યે સદાઇ

કાળના મંંજીરા સદા વાગ્યા કરે છે — ડાબાજમણા બંને હાથે. નિદ્રા ભાગી જાય છે, નિત્ય નૂતન સમૂહોમાં નૃત્ય મચે છે. ફૂલોમાં, કાંટામાં, પ્રકાશ અને છાયાની ભરતીઓટમાં, મારા પ્રાણમાં, દુ:ખમાં, સુખમાં અને શંકામાં એ જ બજી ઊઠે છે. સાંજ સવારે એના તાલે તાલે રૂપનો સાગર તરંગિત થઈ ઊઠે છે. ધોળા અને કાળાના દ્વંન્દ્વમાં એના જ છન્દના અનેક રંગ પ્રકટે છે. એ તાલમાં મારું ગીત બાંધી લે — ક્રન્દન અને હાસ્યની તાન સાધી લે. સાંભળ, મૃત્યુ અને જીવને નૃત્યસભાના ડંકાથી સાદ દીધો છે. (ગીત-પંચશતી)