રવીન્દ્રપર્વ/૧૨૧. કેન રે એતઇ યાબાર
Jump to navigation
Jump to search
૧૨૧. કેન રે એતઇ યાબાર
જવાની આટલી બધી ઉતાવળ શા માટે? વસન્ત, ગીતોની તારી ભારવાહી નૌકા શું ભરાઈ ગઈ? આટલામાં જ માધવી બધી જ પૂરી થઈ ગઈ? વનછાયા આખરી ભૈરવી ગાય છે — દાંડી પરથી ખરી પડેલી શિથિલ કરેણે શું વિદાય લઈ લીધી? તપ્ત દિવસોના સૂકા ઘાસનું આસન બિછાવીને અત્યારે જ તારું પીળું ઉત્તરીય ફેંકી દેશે? વિદાયના માર્ગ પર હતાશ બકુલ કપોતના કૂજનથી વિહ્વળ છે. ચરણની પૂજા માટે વસુન્ધરા ફૂલ ખેરવી રહી છે. (ગીત-પંચશતી)