રવીન્દ્રપર્વ/૧૨૩. કે યાય અમૃતધામયાત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨૩. કે યાય અમૃતધામયાત્રી

અમૃતધામનો આ કોણ જાત્રી જઈ રહ્યો છે? આજે આ અંધારઘેરી રાતે નભ એના જયગાનથી કમ્પી ઊઠ્યું છે. મારે કાને એનો આનન્દધ્વનિ પડે છે. મારું સૂતેલું હૃદય ચમકીને જાગી ઊઠે છે. એ માર્ગ ભણી જોઈ રહે છે. અરે, તમે સહેજ થોભો, થોભો, મને બોલાવી લો, મને આશ્વાસનના શબ્દો કહો. હું સદા સુખમાં દુ:ખમાં કે શોકમાં, દિવસે અને રાતે અપરાજિત પ્રાણે તમારી સાથે ચાલીશ. (ગીત-પંચશતી)