રવીન્દ્રપર્વ/૧૩૧. ગાનેર ઝરનાતલાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩૧. ગાનેર ઝરનાતલાય

ગીતના ઝરણા નીચે તમે સાંજવેળાએ આવ્યા. જે સૂર ગુુપ્ત ગુફામાંથી વ્યાકુળ ોતે દોડી આવે છે, જે હૃદયના પથ્થરને ઠેલીને ક્રન્દનના સાગર ભણી જાય છે, જે સૂર ઉષાની વાણી વહીને આકાશમાં લહેરાતો જાય છે. સોનાવરણું હાસ્ય વેરતો રાત્રિના ખોળામાં જતો રહે છે. જે સૂર પોતાને પૂરેપૂરો રેડી દઈને ચંપાના પ્યાલાને ભરી દે છે ને જે ચૈત્રના દિવસોની મધુર ક્રીડા કરીને ચાલ્યો જાય છે તે સૂરની સોનાવરણી ધારા મારે કાજે વહાવી દો. (ગીત-પંચશતી)