રવીન્દ્રપર્વ/૨૪. વિચ્છેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪. વિચ્છેદ

રાત્રિ જ્યારે થઈ પૂરી ચાલી જવા દૂરે
આવી ઊભો દ્વારે.
મારે કણ્ઠે વસ્યાં સહુ ગાન
કર્યાં તને દાન;
તેંયે હસી
મારે હાથે મૂકી તવ વિરહની બંસી.
પછીના સહુય દિને.
વસન્તે શરદે
આકાશે અનિલે ઊઠે ખેદ;
ક્રન્દી ક્રન્દી ભમે વિશ્વે બંસી અને ગાનનો વિચ્છેદ.
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪